સૌ પહેલા તેઓ સામાન્ય રીતે પશુપાલન કરી દુધ ઉત્પાદન કરતાં જેમાં ખર્ચ વધુ અને આવક ઓછી થતી હતી, પરંતુ જ્યારે તેઓ આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા ત્યારે આ પ્રોજેક્ટ દ્વારા આયોજીત તાલીમથી પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે કરવા પ્રેરણા મળી તેમજ આ માહિતીનો ઉપયોગ કરીને ઉચ્ચ ઓલાદના પશુ તેમના તબેલા પર કૃત્રિમ બીજદાન કરીને ઉછેર કર્યા છે. તેઓ લીલો અને સૂકો ઘાસચારો ચાફ કટરથી કાપીને પ્રમાણસર પશુઓને આપતા જેથી બગાડ પણ ઓછો થાય છે.
આત્મા પ્રોજેક્ટથી પશુપાલન વ્યવસાય થકી જસવંતીબેન પ્રેરણાદાયી બન્યા - કૃત્રિમ બીજદાન
મહીસાગર: આધુનિક યુગમાં મહિલા સશક્તિકરણ સૌથી વધુ સાંભળવા મળે છે. જેને ભારતીય નારીઓએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના અંતરિયાળ રણજીતપુરા ગામના જશવંતીબેન પટેલે પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી વાર્ષિક અંદાજે રુપિયા 17 લાખ ઉપરાંતની આવક મેળવી હતી. શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભર્યું છે. આ મહિલા પોતાના પરિવારની આવક બમણી કરી છે અને અન્યને પ્રેરણાદાયી બન્યા છે.
આત્મા પ્રોજેક્ટ દ્વારા પશુપાલન વ્યવસાય
પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિની દિશામાં સાહસ ભર્યું કદમ ભરતા જસવંતીબેને વર્ષ 2018-19માં વાર્ષિક 62 હજાર 190 લિટરનું ઉત્પાદન કરી ₹ 17,08,676ની આવક મેળવી આર્થિક સધ્ધરતા મેળવી છે. જેમાંથી 14,68,676 નફો મેળવ્યો છે. તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.