ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં સબ પોસ્ટ ઓફિસની ઘોર બેદરકારી, ATM કાર્ડ ગ્રાહકો સુધી ન પહોંચતા હાલાકી - Gujaratinews

બાલાસિનોર : શહેરમાં આવેલી સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની બેદરકારીથી ATM કાર્ડના ગ્રાહક સુધી ન પહોંચતા ડિલિવરીની કામગીરી ખોરંભે પડી છે. જેથી આ સ્થિતિને લઇ લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. આ પોસ્ટ ઓફિસમાં એક તરફ સ્ટાફની કામ બાબતે આળશ તો બીજી તરફ પોસ્ટ માસ્ટરના ઉડાઉ જવાબથી લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે.

ATM કાર્ડ ગ્રાહકો સુધી ન પહોંચતા લોકોને હાલાકી

By

Published : May 26, 2019, 10:38 AM IST

બાલાસિનોર પોસ્ટ ઓફિસમાં સ્ટાફની બેદરકારીથી નાગરિકોને ખૂબજ હાલાકી પડી રહી છે. પોસ્ટ વિભાગની વિશ્વસનિયતા રાખીને નાગરિકો કામકાજ અર્થે આવતા હોય છે ત્યારે બાલાસિનોર સબ પોસ્ટ ઓફિસનો ખુલવાનો સમય 8:30 ને બદલે 8:45એ ખોલતા ગ્રાહકોને બહાર બેસી રહેવું પડે છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરની સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘોર બેદરકારીથી નાગરિકોને ટપાલ, ATM તથા પોસ્ટની સેવા ખોરંભે પડી છે. બેન્કોના ATM કાર્ડ, ટપાલ તેમજ અન્ય સેવાઓને લઈને વાડાસિનોર પોસ્ટ ઓફિસ બેદરકારી દાખવી રહી છે. દરેક ટપાલો અને એ.ટી.એમ. કાર્ડ પર સરનામા અને વિગત પૂર્ણ હોવા છતાં નાગરિકો સુધી પહોંચતા નથી અને તેને રિટર્ન પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. જેથી એ.ટી.એમ. કાર્ડ ધારકોને સ્પીડ પોસ્ટની સેવાનું ડબલ વળતર ચૂકવવું પડે છે અને સમયસર એ.ટી.એમ. કાર્ડ મળતું નથી જેથી કામના સમયે નાણા મેળવવા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ બાબતે વાડાસિનોર પોસ્ટ માસ્તરને જણાવતાં, એ.ટી.એમ. કાર્ડ કવર પર સરનામા અધૂરા હોવાનું કહી હાથ ઉંચા કરી જવાબદારીથી અળગા રહી ઉડાઉ જવાબ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details