આ અંગેની મળતી વિગતો અનુસાર બાલાસિનોર નાગરિક બેંકના કેશિયર અમિતભાઈ દ્વારા બેન્કમાં કાયમ લઈ જવાતા કેશના થેલામાં સાથી કર્મચારી ભીખાભાઈ તેમજ પટાવાળા રમેશભાઈને 20 લાખ ભરવા આપ્યા હતા. જે લઈને બંને બેન્કના કર્મચારીઓ બેન્ક ઓફ બરોડાની બાલાસિનોર શાખામાં ભરવા ગયા હતા. ત્યારે બેન્કમાં બીજા અન્ય કલેક્સનના નાણાં બાજુના કાઉન્ટરમાં ભરાતા હતા. તે સમયે રૂપિયાનો થેલો સાથી કર્મચારીએ તેના પગ પાસે મૂકેલો હતો.
બાલાસિનોર બેંક ઓફ બરોડાની શાખામાં 2 લાખની ચીલ ઝડપ - બેન્ક ઓફ બરોડા બાલાસિનોર
મહીસાગર: બાલાસિનોરમાં બેન્ક ઓફ બરોડાની શાખામાં નાગરિક સહકારી બેન્કના નાણાં ભરવા આવેલા કર્મચારીની બેગમાંથી રૂપિયા 2 લાખની અજાણ્યા ઈસમ દ્વારા ચીલ ઝડપ થતા હડ્કંપ મચી ગઇ હતી. જે અંગે નાગરિક બેન્કના મેનેજર ગોપાલભાઈ શાહે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
ત્યારબાદ કેશ કાઉન્ટર ઉપર થેલો મૂકી 20 લાખ રૂપિયા ભરવા બેગ ખોલ્યું, ત્યારે રૂપિયા 2000ની 5 પેક બંડલની સાથે અન્ય 2 લાખનું છૂટું બંડલ ન જણાતા તેમણે બેન્ક મેનેજર ગોપાલભાઈ શાહને જણાવ્યું હતું. ત્યારે મેનેજરે કેશ પરત લઈ બેંકમાં પાછા આવવાનું જણાવ્યુ હતું. બાદમાં કર્મચારીઓ દ્વારા સમગ્ર ઘટના વિગતે જાણતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.
બેંકના ખાતેદાર ગ્રાહકોની નાણાંની સલામતી માટે વ્યવસ્થા ગોઠવાય અને સલામતી જળવાય તેવી વ્યવસ્થા બેન્ક સત્તાવાળોઓ કરે તેવી સૌ પ્રજાજનોએ માંગ કરી હતી. હાલ, સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે તપાસ ચલાવી હતી. તેમજ ચીલ ઝડપ કરનારને પોલીસ સત્વરે પકડે તેવી લોકોની માંગણી ઉઠી હતી.