ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: થાણાસાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 68 જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું - Anemic pregnant women

કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે હાથીવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગરઃ થાણાસાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે  68 જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું
મહીસાગરઃ થાણાસાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 68 જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું

By

Published : Jul 19, 2020, 5:16 PM IST

મહીસાગર: જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં થાણાસાવલી PHCના મેડીકલ ઓફીસર ડૉ. હિરેન કુમાર પટેલ અને રેડક્રોસ સોસાયટીનાં ડૉ. ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 68 જેટલા રકતદાતાઓએ રક્તદાન કરીને કોરોના સામેની લડતમાં યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું વ્યવસ્થિત
આયોજન કર્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 68 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે. જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો
પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જનઉપયોગી બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details