ગુજરાત

gujarat

ETV Bharat / state

સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી અને નાટયકલાકાર કમલ જોષીએ કોરોના અંગે જનજાગૃતિ સંદેશ આપ્યો - કોરોના વાઈરસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે. કોરોનાને કારણે જન જીવન પણ ખોરવાઈ રહ્યું છે, અર્થતંત્ર પર પણ અસર પડી રહી છે. દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં હાલ કામ બંધ છે. એવામાં કલાકારો લોકોમાં જાગૃતિ લાવવા સંદેશો આપી રહ્યાં છે. જેથી ગુજરાતના જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ.પ્રવીણદરજી અને નાટયકલાકાર કમલ જોષીએ જનજાગૃતિ સંદેશ આપ્યો છે.

coronavirus
coronavirus

By

Published : Mar 22, 2020, 3:50 PM IST

લુણાવાડાઃ હાલમાં નોવેલ કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાઇરસે ભારત અને ગુજરાતમાં પણ પગ પેસારો કર્યો છે. સરકાર દ્વારા તેને નિયંત્રણમાં લેવા પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે જાહેર જનતાએ પણ તેમાં સહયોગ આપી આ રોગનો ડરવ રાખ્યા વિના સાવચેતીનાં પગલાંઓ લેવા જાહેર જનતાને ગુજરાતના જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણદરજી અને નાટયકલાકાર કમલ જોષીએ સંદેશ આપ્યો છે.

નાટયકલાકાર કમલ જોષી

પ્રવીણ દરજીએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઇરસ એક રીતે ટોક ઓફ ધી વર્લ્ડ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો છે. ચીન અને ઇટાલી જેવા દેશોમાં આ વાઇરસના દુષ્ટપરીણામોને ધ્યાને લઇ સરકારે જે સતર્કતા અને સક્રીયતા રાખી છે તે અભિનંદનને પાત્ર છે, પરંતુ આ વાઇરસ વિશ્વભરમાં અને આપણા દેશમાં પણ પ્રવેશી ગયો છે ત્યારે નાગરીકોનું ઉત્તરદાયિત્વ પણ વધી જાય છે. એક પ્રબુધ્ધ નાગરીક તરીકે જનજાગૃતિનો સંદેશ આપતા નીડર બની આવી પડેલી આ મહામારીનો સામનો કરી તેને લડત આપવા સરકાર દ્વારા આપેલ દિશા નિર્દેશોનું પાલન કરીએ.

સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણદરજી

વધુમાં તેમણે કહ્યું કે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, અન્ય વ્યકિતઓના સંપર્કથી દૂર રહેવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે મોઢું અને નાક ઢાંકીને રાખવાં, પૂરતા પ્રમાણમાં આરોગ્ય પ્રદ ખોરાક લેવો તેમજ વધુ માત્રામાં પ્રવાહી પીવું, સાથોસાથ પૂરતી ઉંઘ લેવી તેમજ કોઇ ખાસ જરૂરીયાત ના હોય તે સિવાય ઘરથી બહાર નિકળવાનું ટાળવું. જેથી કરીને આ રોગથી બચી શકાય.

બીજી બાજુ ગુજરાતના જાણીતા નાટ્ય કલાકાર કમલ જોષીએ કોરોના જાગૃતિ સંદેશ આપતા જણાવ્યું કે, આપણે તમામ લોકો ભાગ્યશાળી છીંએ કે આપણા દેશમાં આ વાઇરસ એટલો બધો ફેલાયો નથી.જો આપણે સાવધાની નહી રાખીએ તો અન્ય પીડિત દેશો જેવી પરિસ્થિતિ થતા વાર નહીં લાગે, માટે તમામ લોકોએ સરકારના પ્રયાસોમાં સહભાગી બની જવાબદાર નાગરીક તરીકેની ફરજો અદા કરવી જોઇએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ સ્વસ્થ તો જગ સ્વસ્થનો સંદેશ આપ્યો છે, તેનું પાલન કરતા માત્ર 22 માર્ચે જનતા કરફ્યૂનો અમલ કરી સ્વયં શિસ્તનો અમલ કરીએ.

ABOUT THE AUTHOR

...view details