- પોલીસે પેટ્રોલીંગ દરમિયાન દારૂના જથ્થા સાથે એક શખ્શને ઝડપ્યો
- પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ડ્રાઇવરને પકડી લીધો
- આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાઇ
સંતરામપુરમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સહિત એક આરોપીની ધરપકડ - મહીસાગર પોલીસ
પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકે દારૂની બદીને નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત LCB PI, PSI સ્ટાફ સાથે સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંતરામપુર-નરશીંગપૂર બાયપાસ રોડ ઉપર નાકાબંધી એરિયામાં બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કાર ઉભી ના રાખતા તેનો પીછો કરી ગાડીના ડ્રાઇવરને પોલીસે ઝડપી લીધો હતો.

liquor case
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુરમાં પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સંતરામપુર-નરશીંગપૂર બાયપાસ રોડ ઉપર નાકાબંધી એરિયામાં બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કાર ઉભી ના રાખતા તેનો પીછો કરી ગાડીના ડ્રાઇવરને પોલીસે ઝડપી લીધો હતો. આ પકડાયેલા ઈસમે યૂ-ટ્યુબ પર 12,000થી વધુ ગીતોની રચના કરી હોવાનું જણાવ્યું હતું
- કારમાંથી વિદેશી દારૂની 1,267 નંગ બોટલ મળી આવી
કારમાં પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની પેટીઓ, બિયર તેમજ કવાર્ટર મળી આવ્યા હતા. આ ઉપરાંત ઝડપાયેલા ડ્રાઇવરનું નામ સરનામું પૂછતા તેનું નામ સુરેશભાઇ રાજપૂરોહીત રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું. આ ઈસમ ગાયક કલાકાર છે, તેમણે યૂ-ટ્યુબ પર 12,000થી વધુ ગીતોની રચના કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ દારૂનો જથ્થો અમદાવાદ સરદારનગર ખાતે રહેતા મુકેશભાઇને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ દરમ્યાન ગાડીની ડીકી તથા સીટમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટની દારૂની નાની-મોટી 1267 નંગ બોટલો જેની કુલ કિંમત રૂપિયા 2,03,660નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.