ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા - Approval-order distribution programs

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014થી સુશાસન દિવસ (ગુડ ગવર્નસ ડે) અન્વયે ગુજરાતમાં 248 તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત મહીસાગર જિલ્લામાં 6 તાલુકામાં લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વિરપુર અને ખાનપુરમાં ધરતીપુત્રોને કૃષિ કલ્યાણ લક્ષી વિવિધ લાભ સહાય આપવા કિશાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા હતા.

મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા
મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા

By

Published : Dec 27, 2020, 10:48 PM IST

  • મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં 25 ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણી
  • જિલ્લાના 6 તાલુકામાં 1,160 લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ
  • PMના હસ્તે સીંગલ ક્લીકથી 1,97,063 ખેડૂત લાભાર્થી ઓને પીએમ કિસાન સન્માનની લાભાન્વિત
    મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા

મહીસાગર: પૂર્વ વડા પ્રધાન અટલ બિહારીજીએ જય જવાન, જય કિસાન સાથે જય વિજ્ઞાનનું સૂત્ર આપેલું છે, તેને સાકાર કરતા મુખ્ય પ્રધાનના પ્રેરણા માર્ગદર્શન બાદ વડા પ્રધાન દ્વારા કિસાન સન્માન નિધિ અંતર્ગત જિલ્લાના ખેડૂત પરિવારોને સિંગલ ક્લિકથી ડી.બી.ટી. દ્વારા લાભ અને કિસાન શક્તિને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં 1,97,063 ખેડુત લાભાર્થી કુટુંબોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લાભાન્વિત થયા છે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ

મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા

લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાય

સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં વિવિધ યોજનાઓમાં 6 તાલુકાઓમાં 1,160 લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાય, કૃષિ ઉત્પાદનમાં પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડઝ કેરેજ વાહનોની ખરીદી પર નાણાકીય સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય યોજનાઓના લાભાર્થીઓને તેમજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા

માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન-સહાયનું વિતરણ

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાનો કાર્યક્રમ પી.એન.પંડ્યા આર્ટસ કોલેજ, સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા મેદાનમાં, બાલાસિનોર તાલુકાનો કાર્યક્રમ કે.એન. હાઇસ્કુલમાં, ખાનપુર તાલુકાનો કાર્યક્રમ કે.એમ. દોશી હાઇસ્કૂલ, કડાણા તાલુકાનો કાર્યક્રમ એકલવ્ય મોડેલ સ્કુલ હોલમાં અને વિરપુર તાલુકાના પંડયા કોમ્યુનીટી હોલ ખાતેઆયોજીત કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસ ઉજવણીના આ કાર્યક્રમો જિલ્લા કલેકટર આર.બી.બારડના માર્ગદર્શનમાં સુચારુ આયોજન કરાયું હતું.

મહીસાગરના 6 તાલુકામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતોને મંજૂરી-હુકમ વિતરણ કાર્યક્રમો યોજાયા

ABOUT THE AUTHOR

...view details