ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લાનાં મામલતદારોની ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે નિમણૂંક કરાઈ - લોકડાઉન દરમિયાન લેવામાં આવેલા પગલા

ભારત સરકારના ગૃહ મંત્રાલયના 24 માર્ચના આદેશના પારા નંબર-4થી જિલ્લા મેજિસ્ટ્રેટ્સને જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ અને ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે ફરજ સોંપવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મહિસાગર જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સને ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે ફરજ બજાવવાના હુકમ કરવામાં આવ્યા હતા.

મહિસાગર જિલ્લાનાં મામલતદારોની ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે નિમણૂક કરી
મહિસાગર જિલ્લાનાં મામલતદારોની ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે નિમણૂક કરી

By

Published : Apr 16, 2020, 10:52 AM IST

મહીસાગરઃ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 15 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉનનો સમયગાળો વધારવાનુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેથી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર અને સૂચનાઓ અંતર્ગત જરૂરી તમામ કાર્યવાહી કરવા મહીસાગર જિલ્લાના તમામ મામલતદારોની ઇન્સીડેન્ટલ કમાન્ડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં શ્રીમતી શીલાબેન નાયક મામલતદાર અને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ લુણાવાડા, એમ.એલ.વણકર ઈન્ચાર્જ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ખાનપુર, વી.વી.વાળા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બાલાસિનોર, એચ.જે. સોલંકી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વીરપુર, કે. જે. વાઘેલા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સંતરામપુર અને ડી.એમ. બામણીયા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કડાણા. આ ઇન્સીડેન્ટલ કમાન્ડરોને તેઓના કાર્યક્ષેત્રમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તેમજ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી વખતો વખતની
સૂચનાઓનું અમલીકરણ કરાવવા તથા શરતોને આધિન પાસ ઇશ્યુ કરાવાની કામગીરી કરવાની રહેશે.

લોકડાઉનના અમલ માટે પાસ ધારકે જે હેતુ માટે પાસ માગ્યો છે તે સિવાય બિનજરૂરી અવર-જવર કે યાત્રા કરે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જો તેનો ભંગ જણાય તો પાસ તાત્કાલિક અસરથી રદ કરી શકશે. કોરોના વાઈરસનુ સંક્રમણ અટકાવવા માટે પાસ ધારકોએ પણ આરોગ્ય અને પરિવાર મંત્રાલય વિભાગના વખતો વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details