જમ્મુ-કશ્મીર રાજ્યના પુલવામા પૂર્વ આયોજિત આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કરી CRPFના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમાં 42 વીર જવાનો શહીદ થતાં દેશની તમામ જનતા દુ:ખ અનુભવી રહી છે.
પુલવામા વિસ્ફોટ મામલે મહીસાગરમાં VHPએ આવેદનપત્ર આપ્યું - blast case
મહીસાગર: જમ્મુ-કશ્મીર રાજ્યના પુલવામા ગુરુવારની પૂર્વ સંધ્યાએ આતંકવાદીઓ દ્વારા પૂર્વ આયોજિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક ભરેલી કાર CRPFના જવાનોને લઈ જતી બસને નિસાન બનાવી ઉડાવી હતી.
સ્પોટ ફોટો
તેમજ શહીદ જવાનોના પરિવારને સરકાર તરફથી પૂરતી સહાય મળી રહે. આવા આતંકવાદી સંગઠનો અને આતંકવાદી પ્રવૃતિ કરતી તમામ સંસ્થાઓની સામે કાર્યવાહી કરાવામાં આવે. તેવા ઉગ્ર રોષ અને રજૂઆત સાથે મહીસાગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ શનિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સાથે જ કાર્યકર્તાઓએ આ હિંચકારું કૃત્ય કરનારા ક્રૂર આતંકવાદીઓ સામે ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.