ગુજરાત

gujarat

ETV Bharat / state

‘ચાલો મોબાઇલ છોડીએ, ઘરમાં જ રમીએ’ સરકારના ઉમદા પ્રયાસને અનુસરવા મહીસાગર જિલ્લા કલેક્ટરની અપીલ

સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાત અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોને સ્પોર્ટ્સ સાથે જોડવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે નવતર અભિગમ મોબાઇલ ટુ સ્પોર્ટસ શરૂ કરવામાં આવ્યો છે.

Gujarat GOvernment
Gujarat GOvernment

By

Published : Sep 28, 2020, 10:37 PM IST

મહીસાગરઃ યુવાનોમાં ચારિત્ર્યનું ઘડતર તેમજ સમર્પણની ભાવનાનું નિર્માણ થાય તેમજ રમત દ્વારા સંઘ ભાવના, સંગઠન શકિત, ખેલદિલી અને નેતૃત્વના ગુણનો વિકાસ થાય તે માટે રમતનું આયોજન કરવું જરૂરી છે. જેને લઇ સરકાર દ્વારા ‘ચાલો મોબાઈલ છોડીએ, ઘરમાં જ રમીએ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુવાનોને સ્પોર્ટસ સાથે જોડવાના સરકારના આ ઉમદા પ્રયાસને મહીસાગર જિલ્લાના યુવાનોને અનુસરવા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ટ્વિટરના માધ્યમથી અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details