ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કહેરઃ મહીસાગરમાં 2ના મોત સાથે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા - લુણાવાડાના તાજા સમાચાર

મહીસાગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે. સોમવારે જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં 2 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. સોમવારે કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 190 પર પહોંચી છે.

ETV BHARAT
મહીસાગરમાં 2નાં મોત સાથે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jul 13, 2020, 10:32 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોના કહેર યથાવત છે. સોમવારે જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 190 પર પહોંચી છે.

જિલ્લામાં સોમવારે લુણાવાડામાં 5 કેસ અને ખાનપુરમાં 1 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે લુણાવાડામાં અને ખાનપુરમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ 2 મોતના કારણે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 11 થયો છે.

મહીસાગરમાં 2નાં મોત સાથે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 190 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 33 દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં 26 દર્દીઓ બાલાસિનોર, 3 દર્દી વડોદરા, 1 દર્દી આણંદ અને 3-દર્દીઓને અમદાવાદ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details