ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરઃ કોરોનાના નવા 12 કેસ નોંધાયા, કુલ આંક 566 થયો - Mahisagar corona update

મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસની સામે તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહયા છે. મહીસાગર જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. સોમવારના રોજ જિલ્લામાં નવા વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા નોંધાયેલ 12 કેસમાં લુણાવાડામાં 2, બાલાસિનોરમાં 3, ખાનપુરમાં 1 અને સંતરામપુરમાં 6 કેસ નોંધાયા છે. આ સાથે કેસની કુલ સંખ્યા 566 થઈ છે.

ETV bharat
મહીસાગરઃ કોરોનાના નવા 12 કેસ નોંધાયા,કુલ કોરોના આંક 566 પર પહોંચ્યો

By

Published : Aug 17, 2020, 10:27 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સોમવારના રોજ જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 566 થઈ છે. આજે 12 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં 457 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ જિલ્લામાં 77 દર્દીઓ એક્ટિવ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે કુલ 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 13,224 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 471 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જીલ્લામાં કોરોનાના કારણે 11 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 7 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા 21 દર્દી હોમ આઈસોલેશન, 8 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 7 દર્દીઓ એસ.ડી.એચ. સંતરામપુર તેમજ અન્ય 23 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝીટીવ આવેલા પૈકી 73 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દી ઓક્સિજન પર છે.

ABOUT THE AUTHOR

...view details