ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં જિલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં ઈ-લોક અદાલત યોજાશે - નેગોશિયએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2020 ના શનિવારના રોજ 10:00 કલાકથી ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.

mahisagar
જિલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં 26 મીએ ઈ-લોક અદાલત યોજાશે.

By

Published : Sep 23, 2020, 1:30 PM IST

મહીસાગર : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2020 ના શનિવારના રોજ 10:00 કલાકથી ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.

આ ઈ-લોક અદાલતમાં સમાધાન લાયક કેસો જેવા કે, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ- 138 ના કેસો, બેન્ક રિકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો, મજુર ડીસ્પ્યુટના કેસો, જમીન સંપાદનના કેસો, ફેરફાર/ ભાગલા/વિભાજન/ભાડા/બેંક/વસુલાત/સુખાધિકારીના હક્કો વિગેરેના દિવાની દાવાઓ, વિજળી અને પાણીના બિલોના કેસો, પ્રીલીટીગેશન કેસો, રેવન્યુ કેસીસ, ભરણપોષણના કેસો અને કૌટુંબિક ઝઘડા અંગેના કેસો તેમજ અન્ય સામાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલા છે.

જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિસાગર મુ. લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરવો પડશે. હાલની કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાને લઇ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદના માર્ગદર્શન હેઠળ SOP નું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમ ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ મહીસાગર લુણાવાડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details