મહિસાગર:ઉપરવાસમાં બજાજસાગર ડેમ (Mahisagar Bajaj Sagar Dem) માંથી હાલમાં 1,42,517 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી 1,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું છે. કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે.
મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા આ ગામડાઓને એલર્ટ આપ્યુ - undefined
લુણાવાડા, કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસના બજાજસાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. Mahisagar Bajaj Sagar Dem

કડાણા બંધમાંથી પાણીની આવકનાપગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે.
કાંઠાના ગામોનાલોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા, રોકાવા, પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. વઘુમાં કડાણા તાલુકાનો ઘોડીયાર લો-લેવલ બ્રીજ અને લુણાવાડા તાલુકાના હાડોડ લો-લેવલ બ્રીજ બંઘ કરવામાં આવનાર હોઈ પુલના બન્ને છેડે વાહનચાલકો અને નાગરીકોને આ બ્રિજ પરથી પસાર ન થવા પણ જણાવવામાં આવ્યુ છે.
TAGGED:
Mahisagar Bajaj Sagar Dem