ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા ખાતે કૃષિમેળો અને ખેડુત તાલીમ કાર્યક્રમ યોજાયો - gujarat

મહિસાગર :શહેરમાં લુણાવાડા ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાયેલ કૃષિમેળો-વ-ખેડૂત તાલીમ કાર્યક્રમ લુણાવાડા બેતાલીસ પાટીદર સમાજઘર ધોળીખાતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અરવિંદ વિજયને જણાવ્યું કે, વર્તમાન સમયમાં ખેડૂતો વૈજ્ઞાનિકઅને આધુનિક ખેત પધ્ધતિ અપનાવી ઓર્ગેનિકખેતી તરફ વળી શુધ્ધ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટેકૃષિ મેળા અને ખેડૂત તાલીમોનું આયોજન રાજ્ય સરકારદ્વારા હાથ ધરવામાં આવ્યુ છે.

લુણાવાડા ખાતે કૃષિમેળો અને ખેડુત તાલીમ કાર્યક્રમ યોજાયો

By

Published : Jul 13, 2019, 2:05 AM IST

મેળાઓ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવેલ માહિતીનો ખેડૂતો ખેતીમાં સીધોઉપયોગ કરી શકે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના હિતમાં અનેક વિવિધ પગલા લેવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ઢબેસર્ટીફાઇડ બિયારણ-અદ્યતન ખેત પધ્ધતિથી ખેતી કરી ખેડૂતો આર્થિક સધ્ધરતા વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.ગ્રામસેવક કે વિસ્તરણ અધિકારીની મુલાકાત લઇ જમીનની ચકાસણી કરાવ્યા પછી આ જમીન ક્યા પાકને અનુકૂળ આવશે તે પ્રમાણે ખેતી કરી, ખેત ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. વધુમાં વિજયને ખેડૂતોને I khedut ના લાભ વિશે વિસ્તૃતમાહિતી આપવામાં આવી હતી.

લુણાવાડા ખાતે કૃષિમેળો અને ખેડુત તાલીમ કાર્યક્રમ યોજાયો

વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર ઠાસરાના ડૉ.અશ્વિનભાઇએ ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ ખેતીમાં ખાતર-બિયારણ સોઇલ હેલ્થકાર્ડ, લીલોપડવાશ, સેન્દ્રીય ખાતર, વૃક્ષ ઉછેર, સેઢા પાળા પર કરમદા અને ઔષધિય પાકો અંગે જાણકારી ઉછેરવા, બાગાયતી ખેતી, શાકભાજી, ફળ પાકો, ધાન્યપાકો,જમીનના કાર્યક્ષમ ઉપયોગ અંગેમાર્ગદર્શન આપ્યું હતું. પશુપાલન નિયામક ડો.ચાવડાએ પશુની માવજત અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, વૈજ્ઞાનિક ઢબેપશુપાલન કરવું જોઇએ. પશુની ઓલાદ, પ્રજનન અને ખોરાક વગેરેનુ ધ્યાન રાખીએ તો આપણે સારૂ દૂધ ઉત્પાદન મેળવી શકીએ છીએ.મદદનીશ બાગાયત નિયામક શ્રીસી.કે.પટેલીયા પ્રોજેકેટ ડાયરેક્ટર, પ્રગતિશીલ ખેડૂતો, મહાનુભાવો,જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details