મહીસાગર: દેશમાં કોરોના વાઈરસ મહાસંકટને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ગત રાત્રીથી લોકડાઉન કરવાનું એલાન કર્યુ છે. જેથી લોકો જરૂરિયાતોની વસ્તુઓઓની ખરીદી કરવા માટે બહાર નીકળતા જોવા મળ્યાં હતાં. ત્યારે પોલીસે લોકોને કાયદાનું પાલન કરાવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. સાથે કાયદાનું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
લોકડાઉન બાદ મહીસાગરમાં જીવનજરૂરી વસ્તુ ખરીદી માટે લોકોની ભીડ જામી - latest news of lock down in gujarat
મહીસાગર: દેશમાં કોરોના વાઈરસ મહાસંકટને કારણે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગઈ રાત્રીથી લોકડાઉન એલાન આપ્યું છે, ત્યારે લોકોએ જીવન જરૂરિયાતોની વસ્તુઓ ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે. જેના પગલે પોલીસને લોકોને સમજાવી કાયદાનું પાલન કરાવવાની ફજ પડી હતી.
mahisagar
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી વાહનવ્યવહાર બંધ રહેતા અનેક લોકો માદરે વતન જવા અટવાયા હતા. જેથી લોકો પાસે જરૂરિયાતની વસ્તુઓ ખૂટી જતાં તેઓ ખરીદી માટે બહાર નીકળ્યાં હતાં. રસ્તા પર શાકભાજી, દવા, અનાજ કરિયાણાની દુકાનો પર તથા પૈસા માટે બેંકના ATM પર ભીડ જોવા મળી રહી છે. કારણ કે, હજુ આ લોકડાઉન 21 દિવસ ચાલવાનું છે.
Last Updated : Mar 25, 2020, 12:00 PM IST