મહીસાગર: જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. રવિવારના રોજ જિલ્લામાં બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
મહીસાગરમાં લાંબા સમય બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશહાલી - વાતાવરણમાં પલટો
મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. રવિવારના રોજ બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સર્જાયુ હતું, ત્યારે બાદ ગાજવીજ સાથે વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશહાલી વ્યાપ્યી છે.
![મહીસાગરમાં લાંબા સમય બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશહાલી મહીસાગરમાં લાંબા સમય બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશહાલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7998911-25-7998911-1594560745341.jpg)
મહીસાગરમાં લાંબા સમય બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશહાલી
વરસાદ થતાં છેલ્લાં કેટલાય દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જન્મી હતી, પરંતુ રવિવારના રોજ વરસાદ પડતા ખેડૂતોએ વાવેલા પાકને જીવતદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
મહીસાગરમાં લાંબા સમય બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશહાલી