સગીર વિદ્યાર્થીની પર મરજી વિરુદ્ધ બળાત્કાર મહિસાગર: લુણાવાડાની શાળાના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના વતની રાજેશ પટેલે સગીર વિદ્યાર્થીની સાથે તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હતો. પોલીસે આરોપી રાજેશ પટેલને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા લંપટ આચાર્ય રાજેશ પટેલને સંતરામપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યો છે.
ચા પીવાના બહાને બળાત્કાર:હવસખોર રાજેશ પટેલ અગાઉ જે હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્યાં ભોગ બનેલ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી તેથી તે રાજેશ પટેલને ઓળખતી હતી. આ વિદ્યાર્થીની કોલેજ અભ્યાસ અર્થે પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી. હવસખોર રાજેશ પટેલે તેને ચા પીવાના બહાને ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર આચર્યું હતું. ત્યારબાદ સગીરાને તેનાં ગામની સીમમાં છોડી લંપટ આચાર્ય રાજેશ પટેલ ભાગી છૂટયો હતો.
ગણતરીના કલાકોમાં આચાર્યને દબોચી લેવામાં આવ્યો આરોપીની ધરપકડ: પરિવારજનોએ બનેલી ઘટના અંગે સગીરાને પૂછતા સગીરાએ હકીકત જણાવતા પરિવાર યુવતીને લઈ તરત સારવાર હેઠળ લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારજનોએ લુણાવાડા પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપીને મહીસાગર પોલીસે ગણતરીના કલાકોમાં જ વડોદરાના વાઘોડીયા પાસેથી દબોચી લીધો હતો.
આરોપી જેલમાં ધકેલાયો:પોલીસે સગીર વિદ્યાર્થીની સાથે બળાત્કાર મામલે રાજેશ પટેલ વિરુદ્ધ 376 અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા લંપટ આચાર્યને સંતરામપુર સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
- Surat Crime : આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા, પોકસો એક્ટમાં પડી સજા
- Unsafe Delhi: તિલક નગરમાં સ્વિસ મહિલાની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપીની ધરપકડ