મહીસાગર: દેશવાસીઓના હિતમાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં 25 તારીખથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ જ દિવસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ થયો છે.
ચૈત્રી નવરાત્રીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે આરતી કરાઈ - coronavirus
મહીસાગરની મહિલાઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી આરતી કરે છે. આ આરતીમાં તેઓ માતાજીને પ્રાથના કરે છે કે, કોરોના વાઈરસનો કહેર દેશ અને દુનિયામાંથી ખતમ થાય. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય તેવી આજીજી ભક્તોએ માતાજીને કરી હતી.
ચૈત્રી નવરાત્રી એટલે માતાજીની આરધનાના દિવસો. આ દિવસોમાં માતાજીના ભકતો મંદિરે જઈ પૂજા આરતી કરી માતાજીની આરાધના કરતા હોય છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી ભક્તો મંદિરે જઈ શકતા નથી. આવા સમયે જ્યારથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઇ છે, તે દિવસથી મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના મહાલક્ષ્મી યુવક મંડળના સભ્યો પોત પોતાના ધાબા પર સંઘ્યાકાળના સમયે આવી જાય છે.
આ ભક્તો એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂર્વાભિમુખ ઉભા રહી માતાજીની આરતી કરી અનોખી માતાજીની આરાધના કરે છે. વિશ્વ અને દેશમાંથી કોરોના વાઈરસ દૂર થાય અને કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓ જલ્દી સાજા થાય તેવી માતાજીને પ્રાર્થના કરે છે.