લૂણાવાડા: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાહેરમાં થૂંકવું પ્રતિબંધિત છે. સરકાર આવી પ્રવૃત્તિ કરતાં લોકો પર કડક કાર્યવાહી કરે છે. ત્યારે લૂણાવાડામાં અનાજ પર થૂંકતા શખ્સનો વિડીયો સામે આવતાં તંત્ર ચોકી ઉઠ્યું હતું. કોરોનાના સંક્રમણકાળમાં હાલમાં ઉનાળુ સીઝનના અનાજનું ખેડૂતો વેચાણ કરી રહ્યાં છે. ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવેલ અનાજમાં પેઢીના કામદાર દ્વારા સૂગ ચઢે તે રીતે લોકોના આરોગ્યને જોખમમાં મુકવાનો વિડીયો વાઇરલ થયો હતો. મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં ચારકોશિયા નાકા પાસે આવેલ મુસ્તાક એ રશીદ નામની અનાજની દુકાનનો કામદાર અનાજ ભરતી વખતે મગ કઠોળ અનાજમાં થૂંકયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
અનાજમાં થૂંકતા કામદારનો વીડિયો વાઈરલ, મામલતદારે રાતોરાત દુકાન સીલ કરી - Food Store
લૂણાવાડામાં ચારકોશિયા નાકા પાસે આવેલ મુસ્તાક એ રશીદ નામની અનાજની દુકાનનો કામદાર અનાજ પર થૂંકે છે તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડીયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ સત્યતા જણાતાં લૂણાવાડા મામલતદાર દ્વારા ગત રાત્રિએ દુકાન સીલ કરવામાં આવી હતી.
અનાજમાં થૂંકતા કામદારનો વિડીયો વાઈરલ, મામલતદારે રાતોરાત દુકાન સીલ કરી
આ ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્રને થતા વિડીયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ સત્યતા જણાતાં લૂણાવાડા મામલતદાર દ્વારા રાત્રિના સમયે આ અનાજની દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને આરોગ્યલક્ષી સૂચનાઓને અવગણના કરતાં લોકોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.