- સંતરામપુર એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
- એસટી બસમાંથી રૂ. 28 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
- પોલીસે બાતમીના આધારે બસમાં ચેકીંગ હાથ ધર્યું
- મહિલા સહિત એસટી બસને પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરાઈ
મહીસાગરઃ મહીસાગરના સંતરામપુરથી એક મહિલા એસટી બસમાં ગાંધીનગર આવી રહી હતી. આ બસમાં તે રૂ. 28 હજારના વિદેશી દારૂ સાથે આવી રહી હતી. પોલીસને આ મહિલા બુટલેગર અંગે બાતમી મળતા પોલીસે આ બસનું ચેકીંગ હાથ ધર્યું હતું. મહીસાગર એલસીબી અને સંતરામપુર પોલીસે મહિલાને દારૂ સાથે ઝડપી પાડી હતી. મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે આ વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગર લઈને જતી હતી. પોલીસના અચાનક ચેકીંગથી મહિલા હતપ્રત થઈ ગઈ હતી. જોકે, પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.