જિલ્લાભરમાં વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેથી પાવર હાઉસનો વધુ એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ પાણીની આવક 15500 ક્યુસેક નોંધાઇ છે, ત્યારે તેની જાવક 5100 ક્યુસેક નોંધાઇ છે.
કડાણા ડેમમાં પાણીની આવક વધતાં પાવર હાઉસનું વધુ એક યુનિટ કાર્યરત કરાયું - Gujarati news
મહીસાગરઃ જિલ્લામાં વરસાદ ખુશીનો માહોલ લઇને આવ્યો છે. કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેથી પાવર હાઉસમાં વધુ એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. તો આ તરફ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધતાં પાવર હાઉસનું એક યુનિટ કાર્યરત કરાયું
પાવર હાઉસ મારફતે પાણી મહિસાગર નદીમાં છોડાઇ રહ્યું હોવાથી સપાટીમાં નહીંવત્ વધારો થયો છે. જેથી ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.