કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી વસતા હિંદુ, શીખ, ઇસાઈ, બૌદ્ધ ધર્મના લોકોનાં સન્માન અને નાગરિકતા આપવા માટે સંસદમાં નાગરિક સંશોધન કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી દેશની જનતાને ભ્રમિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
બાલાસિનોરમાં CAAના સમર્થનમાં હસ્તાક્ષર ઝૂંબેશનો કાર્યક્રમ યોજાયો - Signature campaigns in support of CAA
મહિસાગરઃ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે, CAAના સમર્થનમાં સહી ઝૂંબેશનો કાર્યક્રમ જિલ્લાના બાલાસિનોર શહેરના બસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને પોતાની સહી કરી નાગરિક સંશોધન કાયદો CAAનું સમર્થન કર્યું હતું.
બાલાસિનોરમાં CAAના સમર્થનમાં હસ્તાક્ષર ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાની જનતામાં આ સંશોધન કાયદો એટલે કે, CAA વિશે જાગૃતતા આવે તે માટે CAAના સમર્થનમાં મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસસ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.