- લુણાવાડામાં જનરલ હોસ્પિટલ ખાતે 300 નંગ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
- અગાઉના 288 રેમડેસીવીર ઈન્જેક્શન સાથે જનરલ હોસ્પિટલમાં 588 રેમડેસીવીર ઈન્જેક્શનનો સ્ટોક
- જિલ્લામાં જરૂરિયાત મંદ કોરોના દર્દીને રેમડેસીવીર ઈન્જેક્શન મળી રહેશે
મહીસાગર: ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ કોરાના દર્દીઓને સારી સારવાર મળી રહે અને જલ્દી સ્વસ્થ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કોરાના સારવાર માટે સમગ્ર ગુજરાતમાં અત્યારે જેની સૌથી વધુ માગ છે તેવા રેમડેસીવીર ઈન્જેક્શન ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ ગુજરાતભરમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં 300 નંગ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો જિલ્લાના લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રેમડેસીવીર ઈન્જેક્શન મેળવવા માટે ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો
અગાઉના 288 રેમડેસીવીર ઈન્જેક્શન સાથે જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 588 ઈન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ
સમગ્ર ગુજરાતમાં કોરાના સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરાના સારવાર માટે સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ રેમડેસીવીર ઈન્જેક્શન પહોંચાડવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં 300 નંગ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો જિલ્લાના લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેમજ અગાઉના 288 રેમડેસીવીર ઈન્જેક્શન સાથે જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 588 રેમડેસીવીર ઈન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ કોરોના દર્દીને આ રેમડેસીવીર ઈન્જેક્શન મળી રહેશે અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ શકશે.
આ પણ વાંચો:ઝાયડસે ફરીથી રેમડેસીવીર ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડતા વેચાણ કર્યુ બંધ