મહીસાગરઃ જિલ્લાના લુણાવડામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ' યોજના અંતર્ગત મુખ્યપ્રધાન પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ આ યોજના ખેડૂતોના પરસેવા સાથે સરકારનું પ્રોત્સાહન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાનના સંબોધન બાદ મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્ર અને મુખ્યપ્રધાનનો શુભેચ્છા પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’ અંતર્ગત લાભાર્થી ખેડૂતો માટે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા 'સાત પગલાં ખેડૂત કલ્યાણ' યોજના અંતર્ગત મુખ્યપ્રધાન પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન રૂપાણીએ યોજનાઓનું લોકાર્પણ કરાવ્યું હતું અને જિલ્લા મથક લુણાવાડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક પણ હાજર રહ્યા હતા.
લાભાર્થી ખેડૂતો માટે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, લુણાવાડા ધારાસભ્ય સહિતના અધિકારીઓ લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં કોવિડ ગાઈડ લાઈનનેે અનુસરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.