મહીસાગર:લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ સર્જાયો છે. એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા જતા મિડીયાકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સોસાયટીના મહિલા તેમજ પુરુષોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો અને બંને મીડિયા કર્મીઓ પાસેના કેમેરા અને મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા હતા.
Mahisagar News: હવે ભગવાન ગણપતિનો વારો! સ્વામિનારાયણને ગણપતિ કરતા મોટા બતાવતા પોસ્ટરથી વિવાદ સર્જાયો - bigger than Ganapati created controversy
ફરી એકવાર ગણેશજી કરતા સ્વામિનારાયણને પોસ્ટરમાં મોટા બતાવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લુણાવાડામાં આવેલી છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Published : Sep 24, 2023, 10:12 AM IST
શું બની ઘટના?:ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર બહાર એક વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન ગણેશજીના ચિત્રને સ્વામિનારાયણ કરતાં નાના અને નીચે બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર સોસિયલ મીડિયામાં એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે સ્થાનિક મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા ગયા હતા. સોસાયટી વિસ્તારના અંદાજિત 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ એ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો, તેમજ કેમેરા સહિત મંદિરમાં બંને મીડિયા કર્મીઓને ગોદી રાખવામાં આવ્યા હતા. તેમના કેમેરા-મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા. પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા છે, તેમ કહી અને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ મજબૂર કરવામાં આવ્યા હતા.
મીડિયા કર્મીઓ પાસે લખાવ્યા માફી પત્ર:સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે બબાલ થતાં છપૈયા ધામ સોસાયટીના રહીસો દ્વારા મીડિયા કર્મીના કેમેરા છીનવી લઈ તેના મેમરી કાર્ડના ડેટા પણ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ મીડિયા સાથે રહ્યું હતું. સમગ્ર વિવાદને શાંત કરવા માટે છપૈયા ધામ સોસાયટીના રહીસો દ્વારા મિડીયા કર્મીઓને માફી પત્ર લખી આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ બાબતે વધુ વિવાદ ના વકરે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.