ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં પડતર કેસના નિકાલ માટે લોક અદાલત યોજાશે, જિલ્લાની કાનૂની સંસ્થામાં સંપર્ક કરવો - Gujaratinews

લુણાવાડાઃ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે મહિસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ન્યાયાલય ખાતે તથા તાલુકા કોર્ટમાં આગામી 13 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવશે.

Mahisagar

By

Published : Jul 2, 2019, 4:35 PM IST

આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસ જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138ના કેસ, બેન્ક રીકવરીના કેસ, અકસ્માત વળતરના, મજૂર ડીસપ્યુટના, જમીન સંપાદનના કેસીસ, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલના, પ્રીલીટીગેશન, રેવન્યુ, ભરણ પોષણના તથા કૌટુબિંક ઝઘડા અંગેના કેસીસ તેમજ અન્ય સમાધાન લાયક કેસીસનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે.

આ લોક અદાલતમાં કેસ મુકવા ઇચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિસાગર-લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details