- મહીસાગરમાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવાશે
- જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
- જમીનનો પ્રકાર, પોષક તત્વો, ફળદ્રુપતા, અને જમીનમાં ખારાશ અને ભામિકતાની માહિતી મળશે
મહીસાગરઃ ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અને જિલ્લા ખેતીવાડી અધિકારી સુમિત પટેલ, બાગાયત અધિકારી સી.કે.પટેલીયા, નાયબ વિસ્તરણ અધિકારી જે.ડી.પટેલની ઉપસ્થિત રહ્યા હતા.
પ્રયોગશાળા દ્વારા જમીનનો પ્રકાર, પોષક તત્વો, ફળદ્રુપતાની માહિતી મળશે
આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના થતા જિલ્લાના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ (Soil health card) જમીનનો પ્રકાર, જમીનમાં પોષક તત્વોની લભયતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ અને ભામિકતા વગેરે માહિતી મળશે.