મહીસાગર: કોરોના વાઇરસની મહામારી સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લા મુખ્ય અધિકારી ડૉક્ટર એસ.બી.શાહે લુણાવાડા શહેરના લઘુમતી વિસ્તારમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો સાથે કોરોના વાઇરસ પરિસ્થિતિને લઇને વિશેષ બેઠક કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કોવિડ-19 પરિસ્થિતિને અંગે લુણાવાડાના ખાનગી તબીબો સાથે CDHOએ બેઠક યોજી - Corona patients of mahisagar district
મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. ત્યારે ગુરુવારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એસ.બી.શાહે લુણાવાડા શહેરના લઘુમતી વિસ્તારમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબો સાથે આ અંગે બેઠક કરી હતી.
કોવિડ-19 પરિસ્થિતિને લઇને લુણાવાડાના ખાનગી તબીબો સાથે CDHO એ બેઠક યોજી
આ બેઠકમાં ડૉ.શાહે કોવિડ-19ની સારવાર માટે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમાં ખાસ કરીને એરી, ILI અને સારીની તપાસ અર્થે આવતા દર્દીઓમાં જો કોઇ શંકાસ્પદ લક્ષણો જણાઇ આવે તો તેવા દર્દીઓની વિગતો તરત જ જિલ્લા આરોગ્ય તંત્રની મોકલી આપવા સૂચના આપી હતી.
ડૉ. શાહે તેમની મુલાકાત દરમિયાન તબીબોને અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા અંગે જરૂરી સલાહ સૂચનો આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.