ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

મહીસાગર જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી આર.બી.અસારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજના વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ
મહીસાગર જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

By

Published : Dec 16, 2020, 7:07 AM IST

  • નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
  • બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલ અરજીઓની સમીક્ષા
  • PMGKAY અંગેની વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા

મહીસાગરઃ જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પુરવઠા અધિકારી આર.બી.અસારીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલી અરજીઓની સમીક્ષા, ડિસેમ્બર અંતિત રેશન કાર્ડની વિગતો અને જિલ્લામાં નવેમ્બર-2020 માસમાં રેગ્યુલર તથા વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજના વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના પ્રમાણ વિશે માહિતી

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અસારીએ જણાવ્યું હતું કે, નવેમ્બર માસમાં ઓનલાઇન અને ઓફલાઇન મળી 96.50 ટકા જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -2013 અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના પ્રમાણ વિશે માહિતી આપી હતી.

પ્રમુખ સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા

બેઠકમાં લુણાવાડા અને બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ, બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રભાઇ ચૌહાણ, રાજેશભાઇ દોશી, મુળજીભાઇ રાણા સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details