મહીસાગર: કોરોના મહામારી ના સમયમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ ઍન્ડ વેલનેસ કેન્દ્રના તબીબો દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સંતરામપુર તાલુકાના ભુગડ ગામે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો - મહીસાગરમાં કોરોના પોઝિટિવ કેસ
મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર તાલુકાના ભુગડ ખાતે 'ભુગડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર' ખાતે આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સંતરામપુર તાલુકાના ભુગડ ગામે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો
જેના અંતર્ગત મહીસાગર તાલુકાના સંતરામપુર તાલુકાના ભુગડ ખાતે 'ભુગડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર' ખાતે આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન ગામના યુવાનો, મહિલાઓ, વયોવૃધ્ધો અને સગર્ભા મહિલાઓના આરોગ્યની ચકાસણી કરવાની સાથે SPO2ની પણ તપાસ કરવામાં આવી હતી.
તેમજ સગર્ભા મહિલાઓને ફરજિયાત માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશીયલ ડિસ્ટ્ન્સીંગનું પાલન કરવા જણાવાયું હતું. ઉપરાંત હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ દવાઓનું વિતરણ અને આરોગ્યલક્ષી સૂચનો આપવામાં આવ્યા હતા .