ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું - Chief Minister Vijay Rupani

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપાના સંગઠનના મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને કચ્છ લોકસભાના સાંસદ કોરોનાથી સંક્રમિત થતા તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મુખ્યપ્રધાન જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું
મુખ્યપ્રધાન જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

By

Published : Feb 17, 2021, 7:12 PM IST

  • ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી
  • મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારોએ તેમજ કાર્યકર્તાઓએ પાઠ કર્યા

મહીસાગરઃગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપાના સંગઠનના મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને કચ્છ લોકસભાના સાંસદ કોરોનાથી સંક્રમિત થતા તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપાના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા કોરોનાથી સંક્રમિત થયા છે.

મુખ્યપ્રધાન જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

ભાજપના તમામ કાર્યકરો સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાના પાઠ કર્યા

ભાજપના આ તમામ નેતા જલદીથી સ્વસ્થ થઇ લોકસેવાનાં કાર્યમાં શીઘ્ર જોડાય એવી કામના માટે લુણાવાડામાં આવેલા બાવના અખાડા શિવ મંદિર ખાતે
લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર ભાજપાના પ્રમુખ દશરથભાઈ બારીઆ તેમજ મોટી સંખ્યામાં ભાજપાના હોદ્દેદારોએ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ હાજર રહી હનુમાન ચાલીસા પાઠ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details