મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ સક્રિયતાથી ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. પહેલી વખત ત્રીજો મોરચો વિધાનસભાની બધી જ બેઠક પર
ભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી લડી રહી છે.(Bhagwant Mann road show in Mahisagar ) અને ભાજપના દિગ્ગ્જ નેતાઓ સામે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે. ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. જે માટે ભગવંત માને મહીસાગર જીલ્લામાં પ્રચાર માટે મુખ્ય મથક લુણાવાડા અને બાલાસિનોર ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો.
મહીસાગરમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનનો ભવ્ય રોડ શૉ યોજાયો - Bhagwant Mann road show in Mahisagar
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ સક્રિયતાથી ચૂંટણીમાં ભાગ લઇ રહી છે.(Bhagwant Mann road show in Mahisagar ) પહેલી વખત આપ વિધાનસભાની બધી જ બેઠક પરભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી લડી રહી છે.
ભ્રષ્ટાચાર નાબૂદી:મહીસાગરમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન બાલાસિનોર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ અને લુણાવાડા આમ આદમી પાર્ટીના નટવરસિંહ સોલંકીના પ્રચાર અર્થે રોડ શો કર્યો હતો. રોડ શો લુણાવાડાના અને બાલાસિનોરના મુખ્ય માર્ગો પર યોજાયો હતો. ભગવંત માને જણાવ્યુ હતું કે, ગુજરાત હવે પરીવર્તન ઈચ્છે છે. રોજ લોકો મોટી સંખ્યામાં જાહેર સભા અને રોડ શોમાં જોડાવા લાગ્યા છે. અને આમ આદમી પાર્ટી એક વિકલ્પમાં રૂપમાં સામે આવી છે. ગુજરાતની વિવિધ સમસ્યાઓને લઈને તેમણે જણાવ્યુ કે, ભ્રષ્ટાચાર, મોંઘવારી ઉપરાંત પરીક્ષાના પેપર લીકની સમસ્યા ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. પ્રજાનો દરેક વર્ગ હવે પરિવર્તન ઈચ્છી રહ્યો છે. આ વખતે ગુજરાતમા પરિવર્તન નક્કી છે. માને ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદી બાબતે વિશેષ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર અટકાવી તેના જ પૈસાથી લોકોને નિઃશુલ્ક વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત બેરોજગારી પર ધ્યાન આપવામાં આવશે.
27 વર્ષ જૂની સિસ્ટમ:ભગવાન માને જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડવાનો ફેંસલો કયો છે. દરરોજ ભીડ વધી રહી છે લોકો એમની મેળે બહાર નીકળી રહ્યા છે. યુવાઓ અને મહિલાઓ નીકળી રહી છે. ઘરની આગાસીઓ પર આવીને અમારો હોંસલો વધારે છે અને દુકાનોથી બહાર આવે છે. ગુજરાત 27 વર્ષ જૂની સિસ્ટમને બદલવા માંગે છે. આઠ તારીખે ગુજરાત નવી કહાની લખશે. અને તમે પૂછશો કે કેટલી સીટો આવશે? હું એમ કહું છું કહેવા માગું છું આમ આદમી પાર્ટી છે, સર્વેમાં નથી આવતી સરકારમાં આવે છે.
TAGGED:
etvbharat gujarat mahisagar