ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

મહીસાગરઃ ગાંધીનગરના ઉપક્રમે કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મહીસાગર જિલ્લા રમત-ગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની સ્પર્ધા, કલા મહાકુંભ-2019 લુણાવાડાની પંચશીલ હાઇસ્કુલ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

mahisagar
લુણાવાડામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

By

Published : Jan 18, 2020, 7:04 PM IST

પ્રાસંગિક ઉદ્દબોધનમાં ધારાસભ્યએ વિવિધ કલાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં સરકારનો અભિગમ બાળકોમાં તેમજ વિવિધ વયજૂથના કલાકારોમાં રહેલા કલા કૌશલ્યને નિખારવા તાલુકા, જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષા સુધી કલા મહાકુંભના માધ્યમથી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

લુણાવાડામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

આ સ્પર્ધામાં તાલુકાની 20 જેટલી શાળાઓના વિવિધ વયજૂથમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા,લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, સમૂહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી.

આ કલા મહાકુંભ સ્પર્ધામાં શાળાના ટ્રસ્ટી જનકભાઈ પાઠક, યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા, તાલુકા કન્વીનર સંદીપ પટેલ, તાલુકાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો કલા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details