ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરના લુણાવાડામાં ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા રાત્રિ સભા યોજાઈ - જિલ્લા કલેક્ટર

મહિસાગરઃ જિલ્લાના લુણાવાડામાં ઘર આંગણે પ્રજાની સમસ્યાના નિવારણ માટેના માનવીય અભિગમ અંતર્ગત જિલ્લા કલેક્ટરે રાત્રિ સભા યોજી હતી. જેમાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્‍મ કરી તે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

મહિસાગરના લુણાવાડામાં ગ્રામસભા યોજાઈ

By

Published : Aug 9, 2019, 6:28 AM IST

જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, ખેતીકામ, મજૂરી અને આર્થિક ઉત્પાર્જન સહિતની વિવિધ સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સામાન્ય નાગરિક નોકરી કરવા જતો હોવાથી સૌની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ગ્રામસભા રાત્રે યોજવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

આમ, ગ્રાજનોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે આ રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો સહિત વિવિધ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details