- જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે
- જિલ્લામાં નવા નોંધાયેલા 70 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,102 થઈ
- લુણાવાડા તાલુકાના સાધકપુર ગામે 7 દિવસમાં કોરોના મહામારીના કારણે 3ના મોત
મહીસાગર: જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. શનિવારે, જિલ્લામાં કોરોનાના વધું નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં, બાલાસિનોર 12, ખાનપુરમાં 9 કડાણામાં 9, લુણાવાડા 14, વિરપુરમાં 10 અને સંતરામપુરમાં 16 નવા કેસ નોંધાયા છે. આમ, નવા નોંધાયેલા 70 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,102 થઈ છે. જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 679 જેટલાં કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, 1,501 મોત
જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 679 જેટલાં કેસ નોંધાયા
તારીખ | કેસની સંખ્યા |
1/4/21 | 38 |
2/4/21 | 24 |
3/4/21 | 39 |
4/4/21 | 43 |
5/4/21 | 41 |
6/4/21 | 42 |
7/4/21 | 48 |
8/4/21 | 39 |
9/4/21 | 26 |
10/4/21 | 43 |
11/4/21 | 26 |
12/4/21 | 43 |
13/4/21 | 39 |
14/4/21 | 49 |
15/4/21 | 47 |
16/4/21 | 43 |
17/4/21 | 41 |
કુલ કેસની સંખ્યા | 679 |
કુલ | સંખ્યા |
પોઝિટિવ કેસ | 3,102 |
સક્રિય કેસ | 455 |
ડીસ્ચાર્જ | 2,597 |
મોત | 50 |
હોમ કોરોન્ટાઈન | 485 |
નેગેટીવ રીપોર્ટ | 1,71,932 |
જિલ્લામાં 455 દર્દીઓ સારવાર હેઠળ
આ ઉપરાંત, કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. હાલમાં, કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 375 દર્દીઓની હાલત સ્થિર, 73 દર્દીઓ ઓક્સિજન પર અને 7 વેન્ટીલેટર પર છે. આમ, જિલ્લામાં કુલ 455 દર્દીઓ સારવાર હેઠળ છે.