- મહીસાગરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો
- શુકવારેના રોજ જિલ્લામાં કોરોનાના વધું નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,723 થઈ
મહીસાગર : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુકવારના રોજ જિલ્લામાં કોરોનાના વધું નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોર 16, ખાનપુરમાં 2 કડાણામાં 5, લુણાવાડા 9 અને સંતરામપુરમાં 15, નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 48 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,723 થઈ છે.
- કુલ પોઝિટિવ કેસ- 2,723
- કુલ સક્રિય કેસ- 345
- કુલ ડીસ્ચાર્જ- 2,329
- કુલ મોત- 49
- કુલ હોમ કોરોન્ટાઈન- 485
- કુલ નેગેટીવ રીપોર્ટ- 1,55,340
જિલ્લામાં 345 દર્દીઓ સારવાર હેઠળ
આ ઉપરાંત અત્યાર સુધી કુલ 49 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 485 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. હાલમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 308 દર્દીઓની હાલત સ્થિર છે. 32 દર્દીઓ ઓક્સિજન પર છે અને 5 વેન્ટીલેટર પર છે. આમ જિલ્લામાં કુલ 345 દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લા પ્રભારી સચીવ રાજેશ માંજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત
મહિસાગર જિલ્લામાં હવે કોરોનાનો ગ્રાફ દિન પ્રતિદિન ઉંચો જઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં છેલ્લાં એક અઠવાડિયાથી રોજના 40 કેસ ઉપરના આંકડા નોંધાઈ રહ્યા છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શુક્રવારે મહીસાગર જિલ્લા પ્રભારી સચીવ રાજેશ માંજુએ કોવિડ સંદર્ભે બેઠક યોજી હતી અને લુણાવાડા કોવિડ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. જ્યાં કોવિડ- 19ના દર્દીઓની થઈ રહેલી સારવારનો તાગ મેળવી સમીક્ષા કરી હતી.