ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, કુલ આંક 163 થયો - A further 2 coron positive cases were reported in Mahisagar district

દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે, ત્યારે મહીસાગર જિલ્લામાં રવિવારે 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 153 થયો છે. જેમાંથી 134 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. હાલ 23 કોરોના કેસ એક્ટિવ છે..

કોરોનાનો કહેર યથાવત
કોરોનાનો કહેર યથાવત

By

Published : Jul 5, 2020, 2:57 PM IST

મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત

  • રવિવારે મહીસાગર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • 163 કેસમાંથી 134 દર્દીઓ સ્વસ્થ થયા
  • હાલમાં 23 દર્દીઓ કોરોના અક્ટિવ

મહીસાગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે. રવિવારે જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. નવા 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા મહીસાગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આકડો 163 પર પહોંચ્યો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 70 વર્ષના પુરુષનો પોઝિટિવ કેસ આવ્યો છે, જ્યારે ખાનપુર તાલુકાના બડેસરા ગામમાં 46 વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ આવતા બે કેસમાં વઘારો થયો છેે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા સતત વધારો થતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જોકે 163 કેસમાંથી 134 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 23 દર્દીઓ કોરોના અક્ટિવ છે…

ABOUT THE AUTHOR

...view details