ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસઃ મહીસાગરમાં ચીનથી મેડિકલમાં 9 વિદ્યાર્થી પરત આવ્યાં, ડૉક્ટરનો સેમિનાર - mahisagar latest news

ચીનમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસ દાખલ ન થાય તે માટે સરકાર સચેત છે અને કોરોના વાયરસના લક્ષણ જણાય તો કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ, તે માટે મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં ડૉ. કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરનો સેમિનાર યોજાયો હતો.

મહીસાગર
મહીસાગર

By

Published : Feb 9, 2020, 12:48 PM IST

મહીસાગરઃ કોરોના વાયરસને લઇને ભારત દેશ અને ગુજરાત સરકાર સતર્ક છે, ત્યારે મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડીસીન વિભાગના પ્રૉફેસર અને હેડ ડો. કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરનો સેમિનાર યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, જે મહીસાગર જિલ્લાના ચીનમાં મેડિકલમાં અભ્યાસ કરતા નવ વિદ્યાર્થીઓ પરત વતન આવ્યાં છે, ત્યારે મહીસાગર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આ પ્રકારના સેમીનારથી ડોક્ટર અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી શકે છે.

કોરોના વાઇરસને પગલે મહીસાગરમાં ડોક્ટરનો સેમિનાર યોજાયો

આ સેમિનારમાં ઉપસ્થિત મહીસાગર જિલ્લાના ડૉક્ટરને કોરોના વાયરસ વિશે માહિતી આપી હતી. જો કોરોના વાયરસના લક્ષણ દેખાય તો કઈ પ્રકારની સારવાર કરવી અને કઈ પ્રકારની તકેદારી રાખવી જેથી કોરોના વાયરસનો ફેલાવો થાય નહીં, તે માટે તમામ પ્રકારનું માર્ગદર્શન સેમિનારમાં આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details