મહીસાગરઃ બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પોતાના ગામ પાંડવા ખાતે બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ પોતાના રહેણાંક મકાનની આગળના ભાગે કોરોનાની મહામારીના લોકડાઉન દરમિયાન જન્મ દિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કરવા બાબતે બાલાસિનોર પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો - An offense of breach of declaration was registered against Chauhan
કોરોના વાઇરસની મહામારીને કારણે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું ત્યારે બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે જાહેરનામનો ભંગ કરી 27 મેના રોજ પોતાના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. સાથે સાથે તેઓએ તલવાર સાથે કરેલા પોતાના જન્મદિવસની ઉજવણીના ફોટોગ્રાફસ પાડી અને વીડિયોગ્રાફી કરતા આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થયા હતા.
કોરોના વાઇરસની મહામારીને કારણે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું, ત્યારે બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે જાહેરનામનો ભંગ કરી ગઇ તારીખ 27 મેના રોજ પોતાના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. સાથે સાથે તેઓએ તલવાર સાથે કરેલા પોતાના જન્મદિવસની ઉજવણીના ફોટોગ્રાફસ પાડી અને વીડિયોગ્રાફી કરતા આ ફોટા તથા વીડિયો સોશીયલ મીડીયા પર વાયરલ થયા હતા.
આ બાબતે વાયરલ વીડિયોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વીડિયો લોકડાઉન સમયના અને જાહેરનામનો ભંગ કરતા હોવાનું સામે આવતા મહીસાગર પોલીસ દ્વારા બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તેમજ ઉજવણીમાં હાજર રહેલા સંદિપકુમાર પ્રવિણસિંહ ચૌહાણ, ઇન્દ્રજીતસિંહ અમરસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ઉદેસિંહ ચૌહાણ, પુષ્કરકુમાર ઉર્ફે પાપડ રયજીભાઇ ઝાલા, જયેશભાઇ ઉર્ફે કાબા અરવિંદભાઇ રાઠોડ તેમજ ઉજવણીમાં હાજર રહેલા અન્ય માણસો વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બાબતે બાલાસિનોર પોલીસે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.