ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં ચૂંટણી માટે મતદારોમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજાઈ - GUJARAT

સમગ્ર ગુજરાત રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત મતદારો મતદાન માટે જાગૃતિ આવે તે હેતુથી બાલાસિનોર તાલુકાની માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા શુક્રવારે એક બાઇક રેલીનું આયોજન બાલાસિનોર મામલતદાર કચેરીથી કરવામાં આવ્યું હતું.

Balasinor Mamlatdar Office
Balasinor Mamlatdar Office

By

Published : Feb 18, 2021, 9:36 PM IST

  • મતદાન જાગૃતિ અંતર્ગત શિક્ષકોની પ્લેકાર્ડ સાથે બાઈક રેલી યોજાઈ
  • બાલાસિનોર પ્રાંત ઓફિસર દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
  • રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને પોલીસ અધિકારી જોડાયા
    બાલાસિનોરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજાઈ

મહીસાગર: આગામી 28મી ફેબ્રુઆરીએ મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની 126 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જે માટે મતદારોમાં જાગૃતિ આવે એ હેતુથી જિલ્લાના બાલાસિનોર મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાંથી બાલાસિનોર તાલુકાની માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા આજે શુક્રવારે બાઇક રેલી કાઢવામાં આવી હતી.

બાલાસિનોરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજાઈ

રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ

બાઇક રેલીને બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ માટે પ્લેકાર્ડ સાથે શિક્ષકોની બાઈક રેલી બાલાસિનોર મામલતદાર કચેરી કંપાઉન્ડથી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિકારી જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details