મહીસાગરઃ રાજ્યમાં કોરોના વાઇસરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આજે ગુરુવારના રોજ વધુ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેને લઇ જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 710 પર પહોંચ્યો છે.
મહીસાગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 710
- કુલ સક્રિય કેસ -69
- કુલ ડિસ્ચાર્જ - 605
- કુલ મોત - 36
- કુલ હોમક્વોરેન્ટાઈન - 281
મહીસાગર જિલ્લામાં ગુરુવારના રોજ કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ વધુ 13 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 605 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 36 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 281 વ્યક્તિઓને હોમક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાના 26 દર્દીઓ KSP હોસ્પિટલ બાલાસિનોર, 10 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 5 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 10 દર્દીઓ SDH-સંતરામપુર, 16 દર્દી હોમ આઈસોલેશન તેમજ અન્ય 02 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે.
આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 64 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 4 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં 69 દર્દીઓ સારવાર હેઠળ છે.