મહીસાગરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા
- લુણાવાડામાં-4, કડાણામાં-1 અને બાલાસિનોરમાં-4 નવા કેસ આવ્યા
- જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 159 થઇ
મહીસાગરઃ જિલ્લામાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લામાં એક જ દિવસે કોવિડ-19ના 9 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની મૂશ્કેલીમાં વધારો થયો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 159 થઇ છે.
મહીસાગરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક બન્યું જિલ્લામાં શુક્રવારે લુણાવાડામાં-4, બાલાસિનોરમાં-4, અને કડાણામાં-1 વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ કોરોનાને મહાત આપતાં અત્યાર સુધીમાં કુલ 134 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે બે વ્યક્તિના મૃત્યું પણ નિપજ્યા છે. જ્યારે અન્ય કારણ થી 4 દર્દીઓના મૃત્યું થતાં જિલ્લામાં કુલ 6 મૃત્યું નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4636 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 103 વ્યક્તિઓને હોમકોરેન્ટાઈલ હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા, 2 દર્દી કરમસદ મેડીકલ કોલેજ આણંદ, 4 હોમ આઈસોલેશન, 1 દર્દી બેન્કર્સ હોસ્પિટલ વડોદરા, 1 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ વડોદરા, 9 દર્દી કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર અને 01 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા 19 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.