ગુજરાત

gujarat

By

Published : Jan 22, 2020, 6:09 PM IST

ETV Bharat / state

મહીસાગરમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 85 ટકા કામગીરી પૂર્ણ

સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યને લઇ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું યોજવામાં આવે છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 85 ટકા બાળકોની આરોગ્ય ચકાસણી માટેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

National Child Health Program
National Child Health Program

મહીસાગરઃ સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. 25 નવેમ્બરથી રાજ્ય વ્યાપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમ 1 ફેબ્રુઆરી 2020 સુધી ચાલનાર છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 0થી 18 વર્ષ સુધીના 2,97,321 વિદ્યાર્થીઓમાંથી 2,59,259 બાળકોની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 85 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 85 ટકા કામગીરી પૂર્ણ

મહીસાગર જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સપ્તાહ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 25 નવેમ્બરથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજીત શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી માટેનું અભિયાનમાં શરૂ કારવમાં આવ્યું છે.

આ અભિયાનમાં નવજાત શિશુ 0થી 18 વર્ષના તમામ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. દર વર્ષની જેમ રાજવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલુ વર્ષે પણ 25 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના 704 ગામમાં આવેલી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આશ્રમ શાળા, અનાથ આશ્રમ, મદરેસા અને ચિલ્ડ્રન હોમ વગેરે જગ્યાઓ સહિત સમગ્ર જિલ્લામાં 0થી 18 વર્ષ સુધીના 2,97,321 વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી આરોગ્ય વિભાગની 393 ટિમ કાર્યરત છે. જેમાં 227 નર્સ, 1041 આશા વર્કર બહેનો, 29 મેડિકલ ઓફિસર તથા આયુષ ટિમના 38 મેડિકલ ઓફિસર આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં જોડાયા છે.

અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 2,59,259 બાળકોની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 85 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. જેમાં 37, 891 બાળકોની તબીબી અધિકારી દ્વારા સ્થળ પર જ તપાસ કરી સારવાર કરવામાં આવી છે. જ્યારે 1,241 બાળકોને સંદર્ભ સેવા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details