બાલાસિનોરમાં મહાનગરપાલિકા ભવન ખાતે શહેર કક્ષાનો 'સેવાસેતુ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ પ્રજાની વ્યક્તિગત રજુઆત સંતોષાય તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
બાલાસિનોરમાં સેવાસેતુ કાર્યક્રમમાં 753 અરજીનો સ્થળ પર નિકાલ - Municipal building in Balasinor
મહીસાગર: બાલાસિનોરમાં નગરપાલિકા ભવન ખાતે શહેર કક્ષાનો 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો હતો. તંત્ર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજુઆતના નિકાલ માટે શહેર કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
etv bharat
જેમાં વોર્ડ નં.1થી 7 માં વસતા નાગરિકો માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીમાં નામ નોંધાવવાની અરજીઓ, RTO, જન્મ મરણ પ્રમાણપત્ર, માં અમૃતમ યોજના, તેમજ વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાશન કાર્ડમાં સુધારો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર તેમજ અન્ય અરજીઓને લઈને 753 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ શહેર કક્ષાના 'સેવાસેતુ' કાર્યક્રમમાં નાગરિકોએ લાભ લીધો હતો.