આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જનસમૂહને સંબોધતા રાજેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, કનૈયાલાલ મુન્શીએ શરૂ કરેલા વન મહોત્સવને તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન મહોત્સવ ઉજવણી જિલ્લા અને તાલુકા મથકો સુધી લઇ જઈ વૃક્ષોનું વાવેતર વધારી પર્યાવરણ રક્ષા અંગે ગ્રામ્ય કક્ષા સુધી જાગૃતિ લાવવાનો ભરપૂર પ્રયાસો હાથ ધર્યા છે. ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ઘટતાં જતાં વન વિશે તેમજ પર્યાવરણના અસંતુલન જાળવણી માટે વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે વધુ સંખ્યામાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં વીસ લાખ વૃક્ષ વાવેતરના લક્ષ્યાંક સામે 23 લાખથી વધુ વૃક્ષોનુ વાવેતર થયુ છે, જે આવકાર દાયક છે. વાવેતર થયેલા વૃક્ષોની જાળવણી કરવી તે માત્ર વનવિભાગની જ નહીં પરંતુ આપણા સૌની જવાબદારી છે. વધુ વૃક્ષો વાવો વધુ વરસાદ અને નિયમિત વરસાદ લાવો સુત્રને સાર્થક કરવા પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી.
બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે વૃક્ષો-વનોથી ગ્લોબલ વોર્મિગના અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વૃક્ષો વાવવા જોઇએ. તેમણે કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્તાવર વધારીને પર્યાવરણ જતનની નેમ દર્શાવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું કે, વૃક્ષોનું મહત્વ સમજાવતા વૃક્ષો ન હોય તો આ પૃથ્વી પર મનુષ્ય પ્રાણીમાત્રનું અસ્તિત્વ શક્ય નથી, વૈદિક કાળથી વૃક્ષોનુ મહત્વ સમજાવતા તેમણે વધુ વૃક્ષો વાવવા અપિલ કરી હતી. સાથે મહીસાગર જિલ્લો વૃક્ષ વન આચ્છાદિત છે અને પ્રવાસન સ્થળો વૃક્ષોથી શોભે છે જેથી જિલ્લાને પ્રવાસન હબ બનાવવા સરકારમાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વન મહોત્સવ કાર્યક્રમનું નાયબ વન