મહીસાગર: જિલ્લામાં કોરોના સંક્રમણ જોખમી સ્તરે વધી રહ્યું છે, ત્યારે મંગળવારે લુણાવાડામાં 55 વર્ષીય મહીલાનું મોત થતા લોકોમાં કોરોનાને લઇને ભય વ્યાપી ગયો છે. ઉપરાંત જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 270 પર પહોંચી છે.
મહીસાગરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા, 1નું મોત - Corona patients deaths in Gujarat
મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 270 પર પહોંચી છે. મંગળવારે લુણાવાડામાં કોરોનાના એક દર્દીનું મોત નીપજ્યું છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 17 મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6,721 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 514 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. મંગળવારે 5 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 182 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જિલ્લામાં 39 દર્દીઓ બાલાસિનોરની કોવિડ હોસ્પિટલ કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અન્ય 34 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓ પૈકી 62 દર્દીઓ સ્થિર છે અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.