મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગુરૂવારના રોજ જિલ્લામાં વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 295 થઈ છે. દિનપ્રતીદિન નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આજના નવા નોંધાયેલા 7 કેસમાંથી લુણાવાડામાં -1, બાલાસિનોરમાં - 4, વિરપુરમાં -1 અને સંતરામપુરમાં -1 કેસ કોરોના પોઝિટિ નોંધાયા છે.
મહીસાગરમાં કોરોના કહેર યથાવત, વધુ 7 કેસ સાથે કુલ આંક 295 થયો - The number of corona in the ocean
વૈશ્વિક મહામારી કોરોના દિવસેને દિવસે વધતી દજાઇ રહ્યી છે. ત્યારે મહીસાગર જિલ્લમાં પણ કોરોનાના કેસમાં વધરો જોવા મળી રહ્યો છે. જિલ્લામા 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 295 થઈ છે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં 6,769 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 423 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ગુરૂવારના રોજ 4 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 192 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે, ત્યારે અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોના સંક્રમણને કારણે 17 મૃત્યું નોંધાયા છે.
જિલ્લામાં કોરોના પોઝિટિના 45 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) KSP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 41 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 77 દર્દીઓ સ્ટેબલ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે તેમજ એક વેન્ટીલેટર પર છે.