ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ - Mahisagar corona News

મહીસાગર જિલ્લાના કડાણાના 67 વર્ષની ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન નાથાભાઈ પ્રજાપતિનો 19 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને બાલાસિનોરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓએ સંપૂર્ણપણે તબીબો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સાથે નિયમિત દવાઓ લઇને માત્ર 10 દિવસમાં જ કોરોનાને હરાવ્યો છે.

senior citizens beat corona in Mahisagar
મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવત પરિવારજનોમાં ખુશીનો માહોલ

By

Published : May 30, 2020, 10:46 AM IST

મહીસાગરઃ જિલ્લાના કડાણાના 67 વર્ષની ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન નાથાભાઈ પ્રજાપતિનો 19 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને બાલાસિનોરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓએ સંપૂર્ણપણે તબીબો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સાથે નિયમિત દવાઓ લઇને માત્ર 10 દિવસમાં જ કોરોનાને હરાવ્યો છે.

મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવત પરિવારજનોમાં ખુશીનો માહોલ

શુક્રવારે 29 મેના રોજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અને તાળીઓના ગડગડાટથી વિદાય આપવામાં આવી હતી. કડાણા ગામે તેમના નિવાસસ્થાને મુકવા ગયેલી આરોગ્યની ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે ગ્રામજનો અને પરિવારના સભ્યો દ્વારા તાળીઓના ગડગડાટથી અને પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાને હરાવીને પોતાના ઘરે પરત ફરેલા 67 વર્ષીય નાથાભાઈ પ્રજાપતિ કહે છે કે, મને કોઈ તકલીફ પડી નથી. હોસ્પિટલનો સ્ટાફ ઘણો સારો છે, મને ખૂબ સહકાર મળ્યો છે, તેમજ ત્યાં બે ટાઈમ ચા-નાસ્તો અને બે ટાઇમ જમવાનું સમયસર મળતું હતું, બધી જ સગવડ સારી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે હાલ હું તંદુરસ્ત છું અને મને જે સુચનાઓ આપવામાં આવી છે તેનું હું સંપૂર્ણ પાલન કરી ઘરમાં જ રહીશ. તેમજ કહ્યું કે આ રોગ થી ગભરાવાની જરૂર નથી, પરંતુ સરકાર કહે છે તેમ કામ વગર બહાર ન જવું જોઈએ, પોતે જ પોતાનું રક્ષણ કરવું જોઈએ. બહુ માણસોએ ભેગા ન થવું, સંપર્કથી દુર રહેવું જોઈએ, માસ્ક પહેરીને બહાર નીકળવું તેવી પણ તેમણે અપીલ કરી છે. 67 વર્ષના સિનિયર સિટીઝન નાથાભાઈ પ્રજાપતિએ કોરોનાને હરાવીને ઘરે પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 120 કેસ પોઝીટીવ નોધાયેલ છે. શુક્રવારે 19 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થતા પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોનાને મહાત આપતા અત્યાર સુધીમાં કુલ 68 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details