મહીસાગર: કોરોના સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઔષધિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અમુક પગલા લેવામાં આવ્યા છે. જેમાં માલવણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 60 જેટલી આયુર્વેદિક ઔષધિઓના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર 60 ઔષધિય છોડ રોપવામાં આવ્યા - News of mahisagar district
ભારતમાં કોરોના કહેરથી લાખો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસને નાથવા શોધાયેલી દવાઓ પણ સંશોધનના તબક્કે છે ત્યારે ભારતના આયુષ મંત્રાલયે કોરોનાની સારવારમાં આયુર્વેદિક/હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. આ બાબતને ધ્યાનમાં લઇ તાજેતરમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા 7 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સરગવો, દાડમ, તુલસી વગેરે જેવા મળીને 60 જેટલા ઔષધિય છોડ રોપવામાં આવ્યા હતા.
માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર 60 ઔષધિય છોડ રોપવામાં આવ્યા
માલવણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતા 7 વેલનેસ સેન્ટર પાસે સરગવો, તુલસી, દાડમ જેવા 60 ઔષધિઓનું વાવેતર કરવા ઉપરાંત વેજીટેબલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. જેથી ગામ લોકોને તાજા શાકભાજી મળી રહે.
ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા 150 વૃક્ષો વાવી વૃક્ષારોપણ પણ કરવામાં આવશે તેમજ 33 આશા બહેનો અને ફેસિલિટેટર મળી ત્રણ છોડ દત્તક આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.